આઈ આર એચ એ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ માનવ મંદિર ડાયમંડ દ્વારા ડેન્ટલ ચેકઅપ કેમ્પનુંઆયોજન
ઇન્ટરનેશનલ રૂરલ હેલ્થ એસોસિએશન તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ માનવ મંદિર ડાયમંડ દ્વારા તા- 3/૧૨/૨૦૧૬ ને શનિવારના રોજ જોધપુર પ્રાથમિક શાળા નંબર- ૧ ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં પ્રાથમિક શાળા નંબર- ૧ નાં મૂખ્ય આચાર્યશ્રી પ્રતાપસિંહ ગેડીયા તથા શાળાનો શિક્ષકવર્ગ હાજર રહ્યો હતો. આઈ.આર.એચ.એ તરફથી ડૉ. જે.ડી.ચૌહાણ, અશ્વિન રાણા તથા બી.કે.ચાવડા તથા લાયન્સ ક્લબ તરફથી શ્રી તેજસભાઈ વોરાએ હાજરી આપી હતી. આ કેમ્પમાં ડૉ. ગૌરવ છાબરીયા, ડૉ.આહના છાબરીયા તથા ડૉ.સિધ્દ્ધાર્થ છાબરીયા બાળકોનાં તથા શાળાના આસપાસના વિસ્તારના વાલીઓનું ડેન્ટલ ચેકઅપ કર્યું હતું. કેમ્પમાં કુલ ૩૦૦ થી વધારેનું ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
તદ્દઉપરાંત અમદાવાદ જીલ્લામાં ગ્રામ્ય તથા શહેરમાં ચાલતી સરકારી શાળાઓમાંની જોધપુર પ્રાથમિક શાળા નંબર- ૧ શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય પ્રવૃત્તિઓ ક્ષેત્રે શ્રેષ્ઠતા અનુભવ કરાવતી શાળા છે.
<< Back